સાબરકાંઠાના હિંમતનગર એસટી સ્ટેશન પર ખિસ્સા કાત રુઓનો ત્રાસ વધ્યો છે. હિંમતનગર એસટી સ્ટેશન પર રોજનાં25 હજારથી વધુ મુસાફરોની અવર જવર થાય છે. હિંમતનગર એસટી સ્ટેશન પર એસટી બસમાં ચડતા સમયે મુસફરનુંખિસ્સું કપાયું હોવાની ઘટના બનવા પામી છે. ભિલોડા ના વેપારીની રૂ 70 હજાર રોકડની ચોરી થઈ છે. આ સાથેજ બીજી બે વિદ્યાર્થીનો પણ બસ ચડતા સમયે બેગ ની ચેન ખોલી મહત્વના દસ્તાવેજો અને રોકડની ચોરી થવાની ઘટના બનવા પામી છે. એસટી ડેપોના અધિકારી ત્રણેય પીડિતોને બી ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
પોલીસને રજૂઆત બાદ અરજી લઈને એસટી ડેપોના સીસીટીવીની તપાસ હાથ ધરી છે. જિલ્લાના મુખ્ય મથકના હિંમતનગર એસટી ડેપોમાંરોજનાં હજજારો મુસાફરોની અવર જવરને લઈને કાયમી પોલીસ પોઇન્ટ મૂકવા માંગ કરવામાં આવી છે. એસટી ડેપોહિંમતનગરમાં પોલીસના નેત્રમના કેમેરા લગાવવા પણ તાતી જરૂરિયાત હોવાની લોક માંગ ઉઠી છે. હિંમતનગર એસટીડેપોમાં રોજનાં પાચથી વધુ બનાવો બનવા પામ્યા છે. હિંમતનગર એસટી ડેપોમાં 23 પ્લેટ ફોર્મ પર માત્ર 10 સીસીટીવી કેમેરા છે. ત્યારે ડેપોમાં હાઈ ડેફિનેશનના સીસીટીવી કેમેરા લગાવવા માંગ કરવામાં આવી રહી છે,