બિહારમાં મહાગઠબંધનને પરાજયનો સામનો કરવો પડ્યો છે, ત્યારબાદ હવે પરાજય મળવા પાછળના કારણો પર ચર્ચા વિચારણા ચાલી રહી છે. એનડીએની સરકારને બહુમત મળ્યુ છે. જ્યારે મહાગઠબંધનનો પરાજય થયો છે. બિહાર ચૂંટણીમાં તેજસ્વી યાદવને મહાગઠબંધનના ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા.
આ સાથે જ તેજસ્વી યાદવે ચૂંટણીપંચ પર જ ગંભીર સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું હતું કે, અમે હાર્યા નથી પણ અમને હરાવવામાં આવ્યા છે. તેમણે પોસ્ટલ બેલેટ બીજીવાર ગણવાની માગ કરી છે. આરજેડી નેતાએ કહ્યુ કે, જનાદેશ મહાગઠબંધન સાથે હતો પરંતુ ચૂંટણી પંચનું પરિણામ એનડીએના પક્ષમાં હતું. આ પ્રથમવાર થયું નથી. 2015મા જ્યારે મહાગઠબંધન બન્યુ હતુ, ત્યારે મત અમારા પક્ષમાં હતા, પરંતુ ભાજપે સત્તા હાસલ કરવા બેક ડોર એન્ટ્રી કરી હતી.
આ સાથે જ તેજસ્વી યાદવે ચૂંટણીપંચને રજૂઆત કરતા કહ્યું કે, ચૂંટણી પંચની જવાબદારી છે કે તે બધા ઉમેદવારોની શંકા દૂર કરે. રીકાઉન્ટિંગ ખુબ જરૂરી છે. સાથે રેકોર્ડિંગ દેખાડવું જોઈએ. વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ તેજસ્વી યાદવે કહ્યું હતું કે, જો એનડીએની સરકારે વાયદા પ્રમાણે કામ ના કર્યું તો આંદોલનો કરવામાં આવશે.