પોરબંદર જિલ્લામાં લમ્પિ વાયરસ ઝડપથી ફેંલાઇ રહ્યો છે. ગૌવંશમાં આ વાયરસ જોવા મળતા જીવદયા પ્રેમીઓમાં ચતા જોવા મળી રહી છે અને જીવદયા પ્રેમીઓ પણ આ ગૌવંશ માટે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. જે રીતે પોરબંદર જિલ્લાના ગૌવંશમાં લમ્પિ વાયરસ ઝડપથી ફેંલાઇ રહ્યો છે ત્યારે પશુપાલન વિભાગ અને નગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે. જીઆઇડીસી વિસ્તારમાં ગંગોત્રી ડેરીની આગળ આવેલ ગોલાઇ નજીક જગ્યા નક્કી કરવામાં આવી છે. પોરબંદરના સેવાભાવી યુવાન વિજય વડુકરે પોતાની કારખાનાની જગ્યા નિ:શુલ્ક ફાળવી દીધી છે. જ્યાં હાલ આઇસોલેશન વિભાગ ઉભો કરવામાં આવ્યો છે. જ્યાં પશુઓ માટે પાણી, ખોરાક તેમન સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. જે રીતે કોરોના મહામારીની બીજી લહેર માનવી માટે ઘાતક નિવડી હતી તે રીતે જો હાલ જે ગૌવંશમાં લમ્પિ વાયરસ ફેંલાઇ રહ્યો છે તો તે આગળ જતા મોટી સંખ્યામાં ગૌવંશમાં ફેંલાશે તો પશુપાલકોની માટે આભ તૂટી પડશે.
જેથી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક યુદ્ધના ધોરણે રાજ્યના પશુપાલક વિભાગમાં જ્યાં પણ ખાલી જગ્યાઓ છે તે ભરવામાં આવે કારણ કે હાલ પશુપાલન વિભાગમાં કર્મચારીઓ પોતાની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યાં છે. પરંતુ સ્ટાફની ઘટ હોવાથી એક કર્મચારીનું ભારણ બીજા કર્મચારીઓ પર આવી જાય છે. જેના કારણે સમયસર કામગીરી થઇ શકતી નથી. જેથી તાત્કાલીક સ્ટાફની ભરતી કરવામાં આવે. જીઆઇડીસી વિસ્તારમાં જ્યાં હાલ આઇસોલેશન વિભાગ કાર્યરત કરવામાં આવ્યો છે ત્યાં ૧ર જેટલા પશુઓ સારવાર હેઠળ છે તેમજ બે ગૌવંશના શંકાસ્પદ મોત નિપજ્યા છે. જેને લઇને પણ પશુપાલકોમાં ચતા જોવા મળી રહી છે. પોરબંદર પશુપાલન વિભાગના ઇન્ચાર્જ નિયામક અધિકારી ડો. ભરત મંડેરાએ જણાવ્યું હતું કે જીઆઇડીસી વિસ્તારમાં હાલ આઇસોલેશન વિભાગ ગૌવંશ માટે કાર્યરત કરાયું છે. ક્યાંય પણ શંકાસ્પદ ગૌવંશ જોવા મળે તો હેલ્પ લાઇન નં.૯૯૭૯૩ ૮૫૪૪૫ તેમજ ગૃપ ફોન બર્ડ એન્ડ એનિમલના ડોકટર નેહલબેન કારાવદરા – મો. ૯૮૨૫૯ ૧૯૧૯૧, આનંદભાઇ રાજાણી – મો. ૯૯૭૯૨ ૮૯૦૦૯, સંદિપભાઇ ઓડેદરા – મો.૯૮૭૯૭ ૯૧૪૮૧ નંબર ઉપર સંપર્ક સાંધવા જણાવાયું છે.