પીએમ નરેન્દ્ર મોદી જી-7 સમિટમાં ભાગ લેવા ઈટાલી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે આ કોન્ફરન્સના તમામ કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પણ પીએમ મોદી સાથેનો એક વીડિયો શેર કર્યો છે. પીએમ મોદી સાથેના વીડિયોમાં ઈટાલીના પીએમ મેલોનીએ કહ્યું- મેલોડી ટીમ તરફથી હેલો. આ વીડિયોમાં પીએમ મોદી પાછળથી હસતા જોવા મળ્યા હતા. નોંધનીય છે કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઇટાલીના પીએમ મેલોની ભારત આવ્યા ત્યારે તેમણે પીએમ મોદી સાથે સેલ્ફી શેર કરતી વખતે હેશટેગ ટ્રેન્ડ ‘મેલોડી’નો ઉપયોગ કર્યો હતો. ત્યારથી આ ટ્રેન્ડની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફરી એકવાર ઇટલીના પીએમએ આ ટ્રેન્ડ સાથેનો એક વીડિયો શેર કર્યો છે. X પર આ વીડિયોને ફરીથી શેર કરતા પીએમ મોદીએ લખ્યું- ભારત અને ઈટાલીની મિત્રતા હંમેશા ટકી રહે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -