દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ સાવચેતીના ભાગરુપે દિશા નિર્દેશો જાહેર કરવામાં આવી રહ્યા છે. કચ્છમાં કોઈપણ ફટાકડા વેચનાર સેફટી રૂલ્સનો ભંગ કરશે તો વહીવટી તંત્ર કડક પગલાં લેશે. કોઈપણ ફટાકડા વેચતા કાયમી લાયસન્સ ધારી કે હંગામી લાયસન્સ લેનાર તમામને સલામતીના નિયમોનો ગંભીરતાથી અમલ કરવાનો રહેશે. જે કોઈ ઉલ્લંઘન કરશે તેમના ઉપર કાયદા મુજબ કડક પગલાં લેવામાં આવશે. તેમ મનીષ ગુરુવાણી મદદનીશ કલેક્ટરએ જણાવ્યુ હતું.તેમણે જણાવ્યું હતું કે હંગામી ફટાકડા બજાર ભુજ શહેરની બહાર માધાપર તરફ તેમજ મીરઝાપર તરફ આવેલ મેદાનમાં રાખવાની વિચારણા થઈ રહી છે. વહીવટીતંત્ર એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે. વહીવટીતંત્ર ઈચ્છે છે કે દિપાવલી દરમિયાન કોઈપણ પ્રકારની હોનારત ન સર્જાય અને સેફ દિપાવલી ઉજવાય તે માટે જે કંઈ ઉપાય કરવા પડશે તે કરવામાં આવશે અને નાગરિકોને પણ આ દિપાવલીના પર્વ નિમિત્તે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. કારણકે આનંદનો પ્રસંગ દુઃખમાં ફેરવાઈ ન જાય તેની સાવચેતી રાખવી જરૂરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -