પૈસાનો પાવર જ્યારે માથા પર ચઢે ત્યારે ભલભલો માણસ બદલાઈ જાય. ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આપણે અનેકવાર જોવા મળ્યું કે તથ્ય પટેલ અને તેના પિતાને અકસ્માતનો કોઈ અફસોસ નથી. કેસની તપાસ દરમિયાન બંનેનું સામાન્ય વર્તન જોઈને પોલીસ પણ ગોથે ચઢી હતી. તો બીજી તરફ, તથ્યની માતા નીલમ પણ તથ્યના કારનામાને સામાન્ય ગણાવી રહી છે. તો તથ્ય અને તેના પિતાના ચહેરા પર એક ટકાનો અફસોસ દેખાતો નથી. ત્યારે આ વચ્ચે તથ્ય પટેલના પિતાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ નફ્ફટાઈથી બોલી રહ્યો છે કે, 19-20 વર્ષના છોકરાથી આવુ તો ક્યારેય થઈ જાય, ટેન્શન નહિ લેવાનું.
પ્રજ્ઞેશ પટેલની કથિત ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયા વાયરલ થઈ રહી છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યો છે. દિકરાની કરતૂતનો પ્રજ્ઞેશ પટેલને કોઈ અફસોસ નથી તેવું સામે આવ્યું છે.