લાંબા સમયથી ઉચ્ચતર માધ્યમિક માટેની ટાટ પરીક્ષાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. તદનુસાર, પ્રારંભિક પરીક્ષા (બહુ પસંદગી ફોર્મ) આગામી 6ઠ્ઠી ઓગસ્ટના રોજ લેવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત ફોર્મ) 17 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે.
ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (ઉચ્ચતર માધ્યમિક) ટાટ-ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો 5મી જુલાઈથી 15મી જુલાઈ દરમિયાન TAT પરીક્ષા માટે ભરી શકાશે. 5મી જુલાઈથી 17મી જુલાઈ સુધી ફી સ્વીકારવામાં આવશે. ઉમેદવારો http://ojas.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકશે અને નેટ બેંકિંગ દ્વારા ફી ભરી શકશે.
નવી શિક્ષણ નીતિ અનુસાર પરીક્ષા લેવામાં આવશે
પ્રારંભિક પરીક્ષા (બહુવિધ પસંદગી) 6ઠ્ઠી ઓગસ્ટના રોજ લેવામાં આવશે. જ્યારે મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ)નું આયોજન 17મી સપ્ટેમ્બરે કરવામાં આવ્યું છે. રાજ્ય પરીક્ષા બોર્ડે પરીક્ષા અંગે જાહેરાત કરી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ અનુસાર લેવામાં આવશે.
ટાટની મુખ્ય પરીક્ષા 25મી જૂને યોજાઈ હતી
ઉલ્લેખનીય છે કે, ગત 25 જૂને માધ્યમિક માટે ટાટની મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં યોજાઈ હતી. પ્રિલિમિનરી પરીક્ષામાં પાસ થયેલા 60 હજાર ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. રાજ્યમાં કુલ 225 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10.30 થી 1 વાગ્યા દરમિયાન ભાષા પ્રાવીણ્યના પેપરની પરીક્ષા યોજાઇ હતી. જ્યારે બપોરે 3 થી 6 દરમિયાન વિષય અને પદ્ધતિનું પેપર લેવામાં આવ્યું હતું.