તાપી જિલ્લાના ના સોનગઢ તાલુકાના શેરુલા ફાયરિંગ બટ હાલમાં પોલીસ જવાનોની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિશ ચાલી રહી છે આ દરમિયાન પોલીસ જવાને કરેલા ફાયરીગ ની એક ગોળી પ્રતિબંધિત વિસ્તારમાં ખેતી કામ કરતી એક મહિલાને પગમાં વાગતા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે પ સૂત્રો પાસે મળતી માહતી મુજબ સોનગઢ તાલુક,આના ઉકાઈ નજીક શેરુલા ખાતે પોલીસ જવાનોની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિશ ચાલી રહી છે. તાપી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી વિસ્તારમાં અવરજવર પર મુક્યો છે જોકે લીંબીગામના યશમી લોહાન કાથુંડ ફાયરિંગ બટ ની નજીક ડાંગરના ખેતરમાં પાક ઝૂડવાની મજૂરીએ ગયા હતા.ત્યારે પોલીસ પ્રેક્ટિસ માં બંદૂક માંથી છૂટેલ ગોળી ખેતરમાં કામ કરતી યશમી ના પગમાં વાગી હતી જેથી તેને સારવાર માટે વ્યારા રેફરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા અને બનાવ અંગે ઉકાઈ પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -