ભરુચ જિલ્લાના હાંસોટમાં એક સેમિનાર યોજાયો હતો. જેમાં ધોરણ ૧૦ પછી શું ?કારકિર્દી માર્ગદર્શન અંગેનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ હાંસોટ ખાતે યોજાયો હતો. શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ પછી વિવિધ અભ્યાસક્રમોમાં જોડાવવા માટેના માર્ગદર્શનનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
રાજ્યના તમામ તાલુકા મથકોએ વિધાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી કારકિર્દી માર્ગદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજ રોજ હાંસોટની એચ. જે. શેઠ કમર્શિયલ હાઈસ્કૂલના હોલની અંદર તાલુકાની આઠ માધ્યમિક શાળાના ૩૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં મુખ્યમંત્રી તથા શિક્ષણમંત્રીનો વીડિયો સંદેશ બતાવવામાં આવેલ. ત્યારબાદ રોજગાર અને તાલીમ, ટેકનીકલ શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તથા કૃષિ અને પશુપાલન વિભાગના તજજ્ઞ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમના કન્વીનર તરીકે વિજયભાઇ પટેલે સેવા આપી હતી…