પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ પાટણ તાલુકાના નોરતા તળપદ ખાતે તાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સીપટેલ,પૂર્વ પંચાયત મંત્રીરણછોડભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહી સંગઠનાત્મક તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજના લોકોસુધી પહોંચે અને લોકો ને તેનો લાભ મળે તેવા પ્રયાસો તાલુકાના આગેવાનો અને કાર્યકરો ને અપીલ કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કારોબારી બેઠકમાં પાટણ તાલુકાના નોરતા તળપદ ગામેતાલુકા ભાજપની કારોબારી બેઠક યોજાઇ અ.જા મોરચાના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર,પૂર્વ જિલ્લા પ્રમુખમોહનભાઇ પટેલ,મગનભાઈ પટેલ, સોવનજી ઠાકોર,સ્નેહલભાઈ પટેલ, માયાબેન ઝાલા,જલુજી ઠાકોર, હરીભાઈપટેલ,ભલાભાઈ દેસાઈ, કિશોરભાઈ મહેશ્વરી,અરવિંદભાઈ પટેલ સહિતના ડેલીકટ,અને વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી તેમજ અપેક્ષિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.