કાર્તિક આર્યન અને કિયારા અડવાણી 2007 ની હોરર-કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયાની સિક્વલ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મના પહેલા ભાગમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન અને શાઈની આહુજા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે તેની સિક્વલ ‘ભુલ ભુલૈયા 2’ નું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.
આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સાથે તબ્બુ પણ મુખ્ય ભુમીકામા જોવા મળશે. આ ફિલ્મમાં તબ્બુને પણ કાસ્ટ કરવામાં આવી છે, આ ફિલ્મને અનીસ બઝમી ડિરેક્ટ કરી રહયા છે.
ફિલ્મના એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, ‘તબ્બુ થોડા સમય માટે ફિલ્મના નિર્માતાઓ સાથે ચર્ચામાં હતી. તેને તેની ભૂમિકા અને સ્ક્રિપ્ટ ઘણી ગમી હતી. અને તે જાન્યુઆરીમાં કાસ્ટ સાથે શુટિંગમાં જોડાશે અને લંડન અને રાજસ્થાનમાં ત્રણ મહિનાના બીજા શિડ્યુલનું શૂટિંગ કરશે. જો કે, તબ્બુએ આ પહેલા રોહિત શેટ્ટીની હોરર-કોમેડી ફિલ્મ ‘ગોલમાલ અગેન’ માં વર્ષ 2017 માં કામ કર્યું હતું. જોકે ‘ભૂલ ભુલૈયા 2’ પણ આ જ શૈલીની ફિલ્મ છે, પરંતુ તબ્બુનું પાત્ર એકદમ અલગ જોવા મળશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભૂલ ભુલૈયા કોમેડીથી ભરેલી સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ હતી. જયારે ‘ભૂલ ભુલૈયા 2’ હોરર કોમેડી ફિલ્મ હશે. કાર્તિક અને કિયારાની જોડી સાથે પ્રથમ વખત તબ્બુને જોવી ખુબ જ રસપ્રદ રહેશે.