બોલિવૂડ જગતનો ઉભરતો સ્ટાર સુશાંતસિંહ રાજપુતે વિતેલી 14 જુનના રોજ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. જોકે તેના મોતને લઈને અનેક અટકળો આવી રહી હતી, કેટલાક લોકોનું કહેવું છે કે સુશાંતએ આત્મહત્યા કરી જ નથી, આ મર્ડર છે, તો કેટલાક લોકોનું કહેવુ છે કે તેને આત્મહત્યા માટે ઉશ્કેરવામાં આવ્યો છે.
(File Pic)
ત્યારે હવે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લઈને આ કેસની તપાસ CBI કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં 30થી વધુ વ્યક્તિઓની પૂછપરછ કરી છે. આ દરમિયાન સુશાંતની પ્રેમિકા રિયાએ સોશિયલ મીડિયામાં ગૃહમંત્રી અમિત શાહ પાસે આ કેસની તપાસ CBI કરે તેવી વિનંતી કરી હતી.
(File Pic)
રિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘આદરણીય અમિત શાહ સર, હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી છું. સુશાંતના અવસાનને એક મહિનો થઈ ગયો છે. મને સરકારમાં પૂરો વિશ્વાસ છે. જોકે, ન્યાયના હિતમાં હું હાથ જોડીને CBI તપાસની માગણી કરું છું. હું માત્ર એ જાણવા માગું છું કે સુશાંત પર એવું કયું દબાણ હતું કે તેણે આવું પગલું ભર્યું. આપને જણાવી દઈએ કે, સુશાંત આત્મહત્યા કેસની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. છેલ્લાં એક મહિનામાં 30થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હોવા છતાંય હજી સુધી પોલીસને આ અંગે હજી સુધી કોઈ કારણ હાથ લાગ્યુ નથી.