બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપુતની કથિત આત્મહત્યા કેસને લઈ એકબાજુ જ્યાં મુંબઈ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. તો બીજીબાજુ આ મામલે સુશાંતસિંહ રાજપુતના પિતા દ્વારા સુશાંતની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. સુશાંતના પિતા દ્વારા રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટનામાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે રિયા પર સુશાંત પાસેથી પૈસા પડાવવાનો પણ આરોપ લગાવ્યો છે.
(File Pic)
ઉલ્લેખનીય છે કે, સુશાંતના પરિવારે મુંબઈ પોલીસની તપાસ પ્રક્રિયા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન કેસ દાખલ થયા બાદ પટનાની 4 સભ્યોની ટીમ પણ તપાસ માટે મુંબઇ રવાના થઈ છે. રિપોર્ટ અનુસાર આ કેસમાં કેટલાકની ધરપકડ પણ થઈ શકે છે.
(File Pic)
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને એક મહિના કરતા વધુ સમય થઈ ગયો છે. પરંતુ કોઈ પરિણામ આવી રહ્યું નથી. ત્યારે વિસેરા રિપોર્ટની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું એ રિપોર્ટ પણ ગતરોજ આવ્યો હતો. સુશાંતની આત્મહત્યાને લઈ ઘણા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. સોમવારે ડાયરેક્ટર-પ્રોડ્યુસર મહેશ ભટ્ટની પણ આ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.