બહુ ઓછા વર્ષોમાં બોલીવુડનો એક જાણીતો સિતારો બની ગયેલ અભિનેતા સુશાંતસિંહની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે તપાસનો ધમધમાટ વધુ તેજ કર્યો છે. સુશાંતસિંહ આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે અત્યાર સુધી અનેક જાણીતી હસ્તીઓ તેમજ બોલીવુડ સેલિબ્રિટીઓની પણ પૂછપરછ કરી છે.
ત્યારે આ કેસમાં આજે બોલીવુડ ડાયરેક્ટર સંજયલીલા ભણસાલીની પૂછપરછ કરવામાં આવી હતી. આ મામલે પોતાનું નિવેદન નોંધાવા માટે સંજયલીલા ભણસાલી બાંદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સુ
ત્રોના જણાવ્યા મુજબ, સુશાંતસિંહને ભણસાલી પોતાની ફિલ્મોમાં લેવા માંગતા હતા. જોકે, એક પ્રોડક્શન હાઉસ સાથેનો કોન્ટ્રાક્ટ ચાલુ હોવાથી સુશાંતે ભણસાલીની ફિલ્મો સાઈન કરી નહતી. સુત્રોના જણાવ્યા મુજબ સંજયલીલા ભણસાલી ફિલ્મ ગોલિયોં કી રાસલીલા-રામલીલામાં સુશાંતને લેવા માંગતા હતા.
જોકે, આ ફિલ્મ બાદમાં રણવીરસિંહના ફાળે ગઈ હતી. જોકે આ ફિલ્મ ખૂબ જ હિટ સાબિત થઈ હતી. આ ઉપરાંત ભણસાલીએ અન્ય કેટલીક ફિલ્મો માટે સુશાંતને ઓફર કરી હતી, જોકે, તારીખો ન ફાળવી શકવાના કારણે તે આ ફિલ્મો કરી શક્યો નહીં.
ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસના ગયા અઠવાડિયે સંદર્ભે જાણીતા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી તથા યશરાજ ફિલ્મ્સ કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માની પૂછપરછ માટે સમન પાઠવ્યું હતું. પોલીસ પહેલી જ વાર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરી છે જ્યારે શાનુ શર્માની બીજીવાર પૂછપરછ કરવામાં આવશે.