મૂળી તાલુકામાં બે દિવસ પહેલા પડેલા ભારે કમૌસમી વરસાદથી ખેડૂતોને કરોડો રૂપિયાની નુકશાની થઇ છે. ત્યારે સરકારી ચોપડે વરસાદ સાવ ઓછો નોંધાતા ખેડૂતોને સરકારી લાભ ન મળતા ખેડૂતોએ મૂળી મામલતદાર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિત રજુઆત કરી ઘટતુ કરવા માંગ કરાઇ છે. મૂળી તાલુકામાં અગાઉ વરસાદ વરસતા કપાસ સહિતનાં પાકને નુકશાન થયુ જ છે. ત્યારે બે દિવસ પહેલા મૂળી તાલુકાનાં મોટા ભાગનાં ગામોમાં 75 મીમીથી વધારે વરસાદ નોંધાયો છે. જેથી ખેતરમાં તૈયાર થયેલા કપાસ,મગફળી જુવાર સહિતનાં પાકને નુકશાન થયુ છે.સરકાર દ્વારા 25 મીમીથી ઓછો વરસાદ થયેલા તાલુકાને લાભ મળવા પાત્ર નથી તેવી જાહેરાત કરાઇ છે. ત્યારે મૂળીમાં સરકારી ચોપડે 5 મીમી વરસાદની જ નોંધ કરવામાં આવતા અને ઓનલાઇન પણ તે જ બતાવતા ખેડૂતો લાલધુમ થયા છે.અને અસરગ્રસ્ત વિસ્તારમાંથી નિકળી ગયા છે. આથી સરલા,લિયા, દુધઇ, નવાણીયા, કળમાદ, મૂળી, ઉમરડા સહિત ગ્રામ્યવિસ્તારનાં ખેડૂતો અને સરપંચોએ મામલતદારને તેમજ સુરેન્દ્રનગર અધિક કલેક્ટરને લેખિત રજુઆત કરતા જણાવ્યું કે સરકારી ચોપડે વરસાદની ઓછી નોંધના કારણે તાલુકાના અનેક ખેડૂતોને નુકસાનીના વળતરથી વંચીત રહે તેવી સ્થિતી સર્જાઇ છે. આથી તંત્ર દ્વારા તાત્કાલીક તપાસ કરી યોગ્ય નોંધ કરવામાં આવે અને મૂળી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા માંગ કરી હતી.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -