સુરેન્દ્રનગર શહેરના ધોળીધજા ડેમને ફરવા લાયક સ્થળ બનાવી તેનાથકી ટુરીઝમ અને બિઝનેસને પ્રોત્સાહન આપવા ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ ટીમે પ્રયાસ હાથ ધર્યા છે. જેમાં ધોળી ધજા ડેમ પર ડેમ સીટી પ્રોજેક્ટ માટે ટીમે સાઇટ વિઝિટ કરી હતી. ત્યાં ઓક્ટોબરથી ડિસેમ્બર દર વર્ષે લોકેશન તૈયાર કરી ફરવા લાયક સ્થળ તરીકે વિકસાવાશે. ત્યાં ઓક્ટોબરમાં ગ્લોબલ ઝાલાવાડ એક્સપો યોજી અન્ય રાજ્યો અને વિદેશી મહેમાનોને જિલ્લાના તાલુકાના ટુરીઝમ સ્થળો બતાવી પ્રવાસન વિકસાવવામાં આવશે.
સુરેન્દ્રનગર શહેરમાં કોઇ મોટુ ફરવા લાયક સ્થળ ન હોવાથી લોકો વેકેશનમાં બહાર જવાનું વધુ પસંદ કરે છે. ત્યારે ઝાલાવાડ ફેડરેશન ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ દ્વારા શહેરના ધોળીધજા ડેમને પર્યટન સ્થળ બનાવવા જન જનની ચળવળ સમાન ઝાલાવાડ ડેમ સીટી પ્રોજેક્ટર્સ હાથ ધર્યો છે. આ અંગે ઝેડએફ ટીઆઇના પ્રમુખ કિશોરસિહ ઝાલાએ જણાવ્યું કે આગોતરા આયોજનના ભાગ રૂપે જાગૃત આગેવાનો સાથે રાખી ધોળી ધજા ડેમની મુલાકત કરાઈ હતી. જેમાં ડેમના આજુબાજુના વિસ્તારની મુલાકત લીધી હતી. જ્યાં 2થી 3 લોકેશન જોયા હતા. જ્યાં 100થી વધુ એર કન્ડિશન ટેન્ટ હાઉસ રિસોર્ટ તેમજ અન્ય પ્લાનનિંગ થઈ શકે એવી જગ્યા પસંગી કરી છે.અહીં ઓક્ટોમ્બેર મહિનાથી ડિસેમ્બર સુધી દરવર્ષે ડેમ સીટીનું કરવામાં આવશે. આથી દિવાળી વેકેશન માટે ફરવા લોકો મટો ખૂબ સારું લોકેશન બનાવવામાં આવશે.
આમ ઝાલાવાડ અને બહારના ટુરીસ્ટને પરિવાર સાથે રોકાવવા અને સમગ્ર ઝાલાવાડની અંદર આવેલ દરેક જોવા લાયક સ્થળની મુલાકત કરી રાત્રી ડેમ સીટી પર રોકાણ કરશે. રાજ્ય અન દેશમાં વસતા ઝાલાવાડીઓને દિવાળી વેકેશન મળવા આમંત્રણ અપાશે અને ઓક્ટોમ્બેર મહિનામાં ત્રિ-દિવસીય ગ્લોબલ ઝાલાવાડ-2022 એક્સ્પોનું આયોજન પણ કરશે.જેમાં આ સમગ્ર આયોજન કરવા ઝાલાવાડ ફેડરેશન, ગુજરાત ટુરીઝમ, જિલ્લાનાના વેપાર વાણિજ્ય અને ઉદ્યોગના એસોસિએશન પણ જોડાશે. અહીંથી 50 જેટલી બસો દોડાવી સુરેન્દ્રનગર જિલ્લાના દરેક તાલુકામાં આવેલ ટુરીઝમ સ્થળોની મુલાકત કરી રાત્રી રોકાણ ડેમ સીટી પર કરે અને રાત્રી સમયે અલગ અલગ સાંકૃતિક કાર્યક્રમ કરવામાં આવશે.આમડેમ સીટીના માધ્યમથી જિલ્લાના દરેક જોવાલાયક સ્થળોને પ્રોત્સાન કરવામાં આવશે.