સાયલા એપીએમસીમાં કપાસની ખરીદી વેપારીઓ દ્વારા બંધ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સાયલા તાલુકાના અનેક ગામોમાંથી વાહનો બાંધીને કપાસ વેચવા આવતા ખેડૂતોના કપાસની ખરીદી ન થતા ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. એમ પણ આખા ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થતું જણાઈ રહ્યું છે. કમોસમી વરસાદને પગલે કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. મગફળીના તૈયાર પાકમાં મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. ગઈકાલે સાંજ રાજ્યમાં વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી હતી. જેમાં કૃષિપ્રધાને કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા નુકસાનના અંદાજિત આંકડા આપતા કહ્યું કે, અત્યાર સુધી સરકારને ખેડૂતો પાસેથી 1.57 લાખ અરજી મળી છે. જે પ્રમાણે 2.92 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીના પાકને નુકસાન થયું હોવાનું કહી શકાય. તેવામાં સાયલા એપીએમસીમાં કપાસની ખરીદી વેપારીઓ દ્વારા બંધ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેવામાં સાયલા તાલુકાના અનેક ગામોમાંથી વાહનો બાંધીને કપાસ વેચવા આવતા ખેડૂતોના કપાસની ખરીદી ન થતા ધક્કો ખાવાનો વારો આવ્યો છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -