ઇસ્લામ ધર્મના હજરત મહંમદ પયગંબર સાહેબના પવિત્ર રબીઉલઅવ્વલ માસના 12 માં ચાંદે સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા ઇદ-એ-મિલાદની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના અનેક તાલુકા ઓમાં ઠેરઠેર મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે,ત્યારે ધ્રાંગધ્રા ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને ઝુલૂસ કાઢવામાં આવ્યું હતું ઇદના તહેવાર નિમિત્તે આજે ધ્રાંગધ્રા ખાતે મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યામાં ઝુલુસ કાઢવામાં આવ્યું હતું ધ્રાંગધ્રામાં નીકળેલા જુલૂસ મા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા જુલુસ દરમિયાન શાંતિ અને ભાઈચારાનો સંદેશો પાઠવતા રંગબેરંગી ફુગાવો પણ આકાશમાં છોડવામાં આવ્યા હતા ધ્રાંગધ્રા શહેરના જુમ્મા મસ્જિદથી જુલૂસ કાઢવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય બજારોમાં ફરી જુમ્મા મસ્જિદે સમાપ્ત થયું હતું જેમાં અંદાજે 15 હજાર ઉપરાંત મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા ઠેરઠેર ઠેકાણે ચોકલેટ,દૂધ, કોલ્ડ્રિંક્સ,શરબત,નાસ્તો વગેરે કેમ્પો ગોઠવ્યા હતા.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -