સુરેન્દ્રનગર નગરપાલિકા કોંગ્રેસમાં મોટુ ગાબળું પડ્યું છે. ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કોંગ્રેસના 20થી વધુ લોકો ભાજપનો કેસરીયો ધારણ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. વઢવાણ નગરપાલિકમાં ચૂટાયેલા કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર અને રાજપરાના સરપંચે 15 કાર્યકરો સાથે કેસરીયો ધારણ કર્યો છે. આમ, સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર અને સરપંચો ભાજપમાં જોડાતા કોંગ્રેસનો સફાયો થતો જોવા મળ્યો છે. ત્યાં જ બીજી તરફ આઈ. કે. જાડેજા અને નીતિનભાઈ ભારદ્વાજ સહિતના નેતાઓએ આ તમામ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા છે. તમને જણાવી દઈએ કે હાલ મહા વાવાઝોડુ ગુજરાતમાં અનેક શહેરોમાં કમોસમી વરસાદ જોવા મળે છે. ત્યારે દિલ્હીમાં પ્રિન્સિપલ સેક્રેટરી સહિતના ઉચ્ચ અિધકારીઓ સાથે બેઠક યોજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના દરિયાકાંઠે ટકરાનારાં મહા વાવાઝોડા વિશે માહિતી મેળવી હતી. રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકાર સાથે સતત સપર્કમાં છે. ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી રજેરજની માહિતી મેળવીને સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે અને તંત્ર સાથે સંકલન સાધીને જરૂરી સૂચના આપી રહ્યાં છે.

You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -