સુરતના રાંદેર ની લોકમાન્ય શાળા સંચાલકોએ આચાર્યા નું રાજીનામું લઈ લેતા વિદ્યાર્થી વાલીઓનોવિરોધ,આચર્યાને પરત નહીં લેવાય તો એલ.સી.લેવાની ચીમકી આપી તના રાંદેર વિસ્તારમાં આવેલીલોકમાન્ય શાળાના કોમર્સ ફેકલ્ટીના આચાર્યનું રાજીનામું લેવામાં આવ્યું છે. તેમનું રાજીનામું પરતલેવામાં આવે એવી માગ સાથે વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતર્યા છે. ખરા તડકામાં વિરોધ પર વિદ્યાર્થીઓનીસાથે વાલીઓ પણ ઊતર્યા છે. તમામની એક જ માગ છે કે પ્રિન્સિપાલનું રાજીનામું પરત લેવામાં નહિઆવે ત્યાં સુધી તેઓ દેખાવો કરતા રહેશે. જોકે આ બાબતે શાળાના સંચાલકો દ્વારા કોઈ જ જવાબ ન અપાતો હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.
રાંદેરની લોકમાન્ય શાળાના વિદ્યાર્થીઓએ આજે શાળામાં ભારેહોબાળો મચાવ્યો હતો. ટ્રસ્ટીઓ દ્વારા લેવાયેલા નિર્ણયને લઇને વિદ્યાર્થીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. પ્રિન્સિપાલ જિજ્ઞેશભાઈ પટેલનું કોમર્સ ફેકલ્ટીના મેનેજમેન્ટ દ્વારા રાજીનામું લઈ લેવાતાંવિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાએ પહોંચીને સૂત્રોચ્ચાર કરી વિરોધપ્રદર્શન કર્યું હતું. મર્સ ફેકલ્ટીનાજિજ્ઞેશ સરને શાળાના ટ્રસ્ટીઓ દ્વારા જબરદસ્તીથી રાજીનામા લખાવી દેવાની વાત સામે આવતાંવિદ્યાર્થીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ રેલી આકારે તેમનાવિસ્તારમાંથી નીકળીને શાળાના ગેટ પર એકત્રિત થઈ ગયા હતા. શાળા બહાર વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધરણાં શરૂ કર્યા હતા. આશરે 300થી 400 જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સ્કૂલ પર ધરણાંમાં જોડાયા હતા