વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન બાદ શહેરોમાં થઈ રહેલા કચરાના વ્યવસ્થાપનની બાબતમાં એટલે કે ગાર્બેજ ફ્રી શહેરોની એક યાદી કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે.
આ યાદીમાં ગુજરાતના રાજકોટ અને સુરત શહેરે સૌથી ટોચ પર એટલે કે 5 સ્ટાર ગાર્બેજ ફ્રી શહેરોની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ યાદી પરથી ગુજરાતમાં રાજકોટ અને સુરત સ્વચ્છતાની દ્રષ્ટિએ સૌથી આગળ હોવાનું ફલિત થાય છે.
કોરોનાના કહેર વચ્ચે સુરત મહાનગરપાલિકા ને સ્વચ્છતા સર્વેક્ષણમાં ફાઇવ સ્ટાર કેટેગરીમાં સ્થાન મળ્યું છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અને પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ફાઇવ સ્ટાર કેટેગરીમાં ગુજરાતના સુરત અને રાજકોટનો સમાવેશ થાય છે.
સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરીમાં સુરત મહાનગરપાલિકા ગાર્બેજ ફ્રી સીટી બની ગઈ છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં એક હજારથી વધુ કન્ટેનર દૂર કરવામાં આવ્યા હતા.
સુરત મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની કામગીરી વધુ સઘન બનાવીને સુરતને ગાર્બેજ ફ્રી સીટી બનાવી દીધું હતું. સરકારે જાહેર કરેલી યાદીમાં ગુજરાતના માત્ર બે જ શહેરોને ફાઇવ સ્ટાર કેટેગરી આપવામાં આવી છે જેમાં સુરતનો સમાવેશ થાય છે.