સુરતના ડુમસ બીચ પર કાર લઇ જવા પર પોલીસે પ્રતિબંધ લગાવ્યો, વારંવાર કાર ફસાઇ જવાની ઘટનાઓને પગલે પ્રતિબંધમૂક્યો સુરતના ડુમસ બીચ પર મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ફરવા જતા હોય છે અને આ દરમિાન તેઓ પોતાની કાર છેકબીચ સુધી લઇ જતા હોય છે, ત્યારે અહીં કાર ફસાવવાની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, જેથી હવે પોલીસ દ્વારા બીચસુધી કાર લઇ જવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે અને બીચ સુધી કાર લઇ જશો તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વીક એન્ડ પર કે પછી વાર તહેવાર પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ડુમસ બીચ પર પરિવાર અને મિત્રો સાથે ફરવા આવે છે. આદરમયાન કેટલાક લોકો પોતાની કાર છેક બીચ સુધી લઇ જાય છે, જેના કારણે દરિયામાં ભરતી આવતી વેળાએ કાર ફસાઈ જાય છે અને કારને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે.
આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે, ત્યારે આ મામલેપોલીસ દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. ડુમસ બીચ પર ફરવા જતા લોકો હવે છેક બીચ સુધી કાર લઇ જવાપર પોલીસ દ્વારા પ્રતિબંધ ફરમાવી દીધી છે. ડુમસ પીઆઈ અંકિત સૌમૈયાએ જણાવ્યું હતું કે, કેટલાક લોકો પોતાની કાર છેકડુમસ બીચ સુધી લઇ જતા હતા. જેના કારણે કાર ફસાઈ જવાની ઘટનાઓ બનતી હતી. પરંતુ, હવે લોકોની સુરક્ષાને ધ્યાનમાંલઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં લોકોનો સાથ સહકાર મળશે. આ ઉપરાંત અહી આવી દુર્ઘટનાઓ બનતા પણ અટકશે અને લોકો સુરક્ષિત રીતે પરિવાર સાથે અહીં મજા માણી શકશે.