સુરતમાં કોરોનાકાળ દરમિયાન બાળકોમાં જોવા મળેલી એમ.આઈ.એસ.સી. બીમારીનો એક મહિના પહેલા પ્રથમ કેસ સામે આવ્યો હતો અને હવે આ બીમારીના સુરતમાં 50 થી વધુ કેસો સામે આવી ચુક્યા છે ત્યારે સુરતમાં છેલ્લા 50 વર્ષથી કાર્યરત સુરત પીડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ એસોસિએશને આગળ આવીને સોશ્યલ મીડિયાના માધ્યમથી શહેરીજનો અને અન્ય તબીબોને જાગૃત કરી બિમારી સામે કેવી રીતે લડવું તેનું માર્ગદર્શન આપી રહ્યાં છે. આ એક કોરોનાનો જ ભાગ કહેવાય છે ત્યારે તે માટે સાવચેતી ખુબ જ જરૂરી છે.
સુરતમાં એક નવી બીમારી મલ્ટી સીસ્ટમ ઇન્ફ્રાલામેટરી સીન્ડોમ ઇન ચિલ્ડ્રન (એમ.આઈ.એસ.સી. ) ખાસ કરીને જન્મથી લઈને ૨૦ વર્ષ સુધીના લોકોને થઇ શકે છે. આ બીમારીના સૌથી વધુ કેસ અમેરિકા અને લંડનમાં જોવા મળી રહ્યા છે પરંતુ ૧ મહિના અગાઉ સુરતમાં આ બીમારીનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. જોકે બાળકની સમસસરની સારવાર બાદ તે સ્વસ્થ થઇ ગયું હતું પરંતુ ત્યારબાદ આવા 30 જેટલા કેસ દેખા દેતા સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ એસોસિએશનના તબીબો ચિંતિત બન્યા છે.
છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત આ એસોસિયેશને છેવટે લોકોજાગૃત્તિથી આ રોગ પર અંકુશ મેળવવાની દિશામાં કામ શરૂ કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં સોશ્યલ મીડીયાના માધ્યમથી, ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સેમિનાર કરાવાય રહ્યાં છે. જેમાં તબીબો આ બીમારી શું છે, કઈ ઉંમરના બાળકોને આ બીમારી થઇ શકે છે, લક્ષણ શું હોય છે, સારવાર કેવી રીતે લેવી વગેરે સહિતની માહિતી આપવામાં આવી રહી છે. જેની પાછળનો હેતુ આ નવી બિમારી અંગે લોકોમાં ભયના ફેલાય અને સમયસર લક્ષણ ઓળખીને તેની સારવાર કરાવે છે.