સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં કેસ પેપર કાઢવા સર્વર ડાઉન થઈ જતાં કેસ પેપર કાઢવા લોકોને ભારેહાલાકી ભોગવી પડી હતી. નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં કેસ પેપર સિસ્ટમ સ્લો થઈ ગયું હતું.ઇમરજન્સી ટ્રોમા સેન્ટરમાં કેસ પેપર કઢાવા આવતા લોકોને જૂની બિલ્ડિંગમાં 8 નંબર બારી પર મોકલવામાં આવ્યા હતા. જ્યાંદર્દીઓ અને તેમના સંબંધીઓની લાંબી કતાર લાગી હતી. ઈમરજન્સી વિભાગના પણ તમામ કેસ 8 નંબર બારીએ કાઢવા માટેપડાપડી થતાં દર્દી અને તેના સંબંધીને ભારે હાલાકી ઉભી થઇ હતી.
નવી સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો દર્દીઓ સારવારલેવા માટે આવતા હોય છે. માત્ર સુરત શહેરના નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સુધીના દર્દીઓ અહીં સારવારલેવા માટે આવતા હોય છે. સરકાર દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ વધુ હાઈટેક થાય તેના માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવીરહ્યા છે. પરંતુ ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે દર્દીઓને ખુબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઇમરજન્સી વિભાગમાં કેસ પેપર કાઢવા માટેનું સર્વર ડાઉન થઈ જતા દર્દીઓ અને તેમના પરિવારોને અન્ય સ્થળે કેસ પેપર કાઢવા માટે મોકલવામાં આવ્યા હતા જેના કારણે ભારે ભીડ જામી ગઇ હતી