સુરતના પાંડેસરા વિસ્તારમાં મોબાઈલ અને ઘડિયાળ રીપેરીંગ ની દુકાન માલિકની હત્યાનો આરોપી 15 વર્ષે એસઓજી પોલીસના હાથે ઝડપાયો. પાંડેસરામાં મોબાઇલ ફોન અને ઘડિયાળ રીપેરિંગના દુકાનદારની હત્યાના ગુનામાં ભાગતા – ફરતા આરોપીનેસુરત શહેર એસઓજી પોલીસે તેના વતન ઓરિસ્સાથી ઝડપી પાડયો હતો . પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરતશહેર એસઓજી પોલીસ મથકના પી.આઇ આર.એસ. સુવેરાને પીએસઆઇ વી . સી . જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફશહેરના જુદાં – જુદાં પોલીસ મથકમાં નોંધાયેલાં ગુનાના વોન્ટેડ આરોપીઓને પકડવા માટે કાર્યરત હતો તે વખતે એસઓજીનેબાતમી મળી હતી કે , ૧૫ વર્ષ પહેલાં ૨૦૦૭ ના વર્ષમાં સચીન જીઆઇડીસીના રોડ નંબર ૪ ઉપર મોબાઇલ ફોન અનેઘડિયાળ રીપેરિંગની દુકાન ધરાવતા યુવકને સાથે મોબાઇલ ફોનની લેતી – દેતીના થયેલા ઝઘડાની અદાવતમાં ભેસ્તાન , ઉન ,જકાતનાકા – ગોલ્ડન એપાર્ટમેન્ટ પાસે મૂળ ઓરિસ્સાના વતની આકાશ ઉર્ફે ટૂંકના ઉર્ફે સાહેબ પાત્ર તેને પથ્થરોના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ ફરાર થઇ ગયો હતો .
સુરતના પાંડેસરા પોલીસ મથકમાં ૧૫ વર્ષ પહેલા નોંધાયેલી હત્યા ગુનાની ફરિયાદમાંઆરોપી આકાશ ઉર્ફે ટૂંકના પાત્રને પકડવા માટે તેના વતન ઓરિસ્સા અવરનવાર જતી હતી , પરંતુ આરોપી આકાશ પોલીસપહોંચે તે પહેલાં જ ફરાર થઇ જતો હતો . મોબાઇલ અને ઘડિયાળ રીપેરિંગનું દુકાનદારની હત્યા કરવાના ગુનાનો આરોપીઆકાશ ઉર્ફે ટૂંકના પાત્ર થોડા મહિના કેરળમાં રહ્યા બાદ તેના વતન આવ્યો હોવાની માહિતી સુરત શહેર એસઓજી પોલીસનેમળી હતી . જેના આધારે સુરત શહેર એસઓજી પોલીસની ટીમે ઓરિસ્સા પોહચી આરોપી આકાશ ઉફે ટુકુના ઉફે સાહેબ ખદાર પાત્ર ને વતનથી ઝડપી પડી સુરત લઇ આવી તેનો કબજો પાંડેસરા પોલીસને સોંપ્યો હતો .