નવસારી વલસાડમાં વરસાદ સાથે દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટીવીટી શરૂ થઇ ગઇ છે. આગામી દિવસમાં સુરત શહેરમાંપ્રિ-મોન્સૂન એક્ટીવીટી શરૂ થવાની શક્યતા છે. પરંતુ શહેરમાં ઠેરઠેર પાણી-ડ્રેનેજના કામો માટે ખોદી નાંખવામાં આવેલારસ્તાઓ હજુ સુધી સેફ સ્ટેજ પર લઇ જવાયા નથી. મોડેમોડે સફાળે જાગેલા સુરત મહાનગર પાલિકાના તંત્રે પ્રિ-મોન્સૂનને લઇતાબડતોડ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, મ્યુ.કમિશનર, સેન્ટ્રલ વોટર કમિશન, સિંચાઇ વિભાગ તથા પાલિકાના તમામ ઝોનના અધિકારીઓ, વિવિધ વિભાગના ડિપાર્ટમેન્ટ હેડ હાજર રહ્યા હતા.
આ બેઠકમાં હવે પછીથી રોડ-રસ્તા પર નવા ખોદાણો ન કરવા સુચના અપાઇ છે. આ માટે ગેસ તથા પાવર કંપનીઓને તાકીદે જાણ કરવાજણાવાયું છે. હાલમાં કોટ વિસ્તાર સહિત ઠેરઠેર પાણી-ડ્રેનેજ સહિતના કામો ચાલી રહ્યા છે ત્યારે આ કામો 31 મે સુધીમાંતાત્કાલિક ધોરણે સેફ સ્ટેજ પર લઇ જવા સુચના અપાઈ છે. રોડ રસ્તાના પેચ વર્કના કામો મહત્તમ ૫ જૂન સુધીમાં પૂર્ણ કરીલેવા જણાવાયું છે. વરસાદમાં રોડ પર ખાડાઓ પડી જાય તે માટે પેચવર્કની કામગીરી ઝડપથી થઇ શકે તે માટે ઝોન વાઇઝ ૧-૧ પ્રેચર મશીન મુકવામાં આવશે.