રાજયભરમાંથી 50થી વધુ જ્યોતિષઓને ‘તમારા વિરુધ્ધ મહિલાએ પોલીસમાં અરજી કરી છે’ કહી પોલીસ અધિકારીના નામેધમકાવી લાખો રૂપિયાનો તોડ કરતો ઈસમ સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો,. ગુજરાતભરમાંથી 50થી વધુ જ્યોતિષઓને‘તમારા વિરુધ્ધ મહિલાએ પોલીસમાં અરજી કરી છે’ કહી પોલીસ અધિકારીના નામે ધમકાવી લાખો રૂપિયા પડાવતાકતારગામની ચામુંડા સોસાયટીમાં રહેતા 24 વર્ષીય ચીટર વિજય ઉર્ફે વિક્રમ ધારશી વાઘેલાને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યો છે.હાલમાં તે કેરી વેચે છે. અગાઉ તે કેબલલાઇનની ઈન્ટરનેટની કંપનીમાં ટેકનિશિયન હતો. તેનો એક સંબંધી જ્યોતિષ પાસે વિધિ કરાવવા ગયો હતો ત્યારે જ્યોતિષે રૂપિયા લઈને કામ કર્યુ ન હતુ.
જેથી વિજયે કતારગામ પોલીસના બે કર્મીઓના નામે રાંદેરના જ્યોતિષને કોલ કરી કતારગામ પોલીસમાં તમારા વિરુધ્ધ ફરિયાદ થઈ છે . પતાવટ માટે જ્યોતિષ પાસેથી 20 હજાર પડાવ્યાહતા. ઠગે બારડોલીમાં પણ પોલીસના જ્યોતિષ પાસેથી 9 હજાર પડાવ્યા હતા. 6 મહિનામાં સુરત, વલસાડ, બારડોલી અનેઅમદાવાદ સહિતના 50થી વધુ જ્યોતિષઓ પાસેથી ચીટરે પોલીસના નામે ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યાનું તપાસમાંસામે આવ્યું છે. આરોપી વિજય ઉર્ફે વિક્રમ મોટેભાગે તે જ્યોતિષની જાહેરાત જોઇ આવા જ્યોતિષને ટાર્ગેટ કરતો હતો. હાલમાં રાંદેર પોલીસમાં તેના વિરુધ્ધ એક ગુનો નોંધાયો છે.