ધમધોખતા તાપ અને અસહ્ય ગરમી વચ્ચે સિવિલના જૂની બિલ્ડિંગમાં 6માંથી 5 કૂલર બંધ પડતા દર્દીઓને ભારે હાલાકી ઉઠાવવા મજબુરથયા. ગૃહમંત્રીના મત વિસ્તારમાં આવેલી શહેરની નવી સિવિલહોસ્પિટલના તંત્રની ઉદાસીનતાને પગલે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. ધમધોખતા તાપ અને અસહ્યગરમી વચ્ચે સિવિલના જૂની બિલ્ડિંગમાં 6માંથી 5 કૂલર બંધ પડ્યાં છે. આ પૈકી કેટલાક કૂલરોને તો ત્રણેકવર્ષથી રિપેર જ ન કરાતા દર્દીઓ પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના જુનાબિલ્ડીંગના ચારેય માળનાકૂલરો ખોટકાયા બાદ મેન્ટેનન્સ વગર તાળા મારી મુકી દેવાયા છે. જેને કારણેદર્દીઓને પીવાના પાણી માટે ગ્રાઉન્ડ ફ્લોર સુધી જવુ પડે છે.
સિવિલના જુના બિલ્ડીંગમાં ચારેય માળમાંવોર્ડમાં દાખલ દર્દીઓને પીવાના પાણી માટે છેક ઓપીડી બિલ્ડીંગ સુધી વલખા મારવા પડે છે. સિવિલમાંસારવાર માટે દાખલ દર્દીના સંગા સંબંધીઓએ દવા તો ઠીક પીવા લાયક ઠંડુ પાણી જોઈતુ હોય તો તેપણ બહારથી ખરીદીને લાવવું પડી રહ્યું છે. ચોથા માળે પીઆઈસીયુ વિભાગમાં છેલ્લા કેટલાક દિવસથીએસી પણ ખોટકાઈ જતા દર્દીઓને ઘરેથી પંખા લાવવાની ફરજ પડી હતી. માત્ર એટલું જ નહી અલગઅલગ અન્ય વોર્ડમાં પંખા પણ બંધ હોવાથી દર્દીઓ બેહાલ થઈ રહ્યા છે. પરંતુ નઘરોળ તંત્ર દર્દીઓનીલાચારી જોઈને પણ ટસનું મસ થતું નથી. દર્દીના સંગા સંબંધીઓએ દવા તો ઠીક પણ પીવા લાયક ઠંડુપાણી જોઈતું હોય તો તે બહારથી ખરીદીને લાવવું પડી રહ્યું છે, જેને કારણે તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે