ઓરિસ્સાથી ટ્રેન મારફતે સુરત લવાતો ગાંજો ઉધના રેલવે સ્ટેશન પાસેથી એસઓજી ના હાથે ઝડપાયો, પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. ઓડીશાથી ટ્રેનમાં ગાંજાની ડિલિવરી કરવા આવેલા ત્રણ લોકોને એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે.આરોપીઓ પોલીસને શંકા ન જાય તે માટે ટ્રોલી બેગમાં ગાંજાનો જથ્થો લાવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ગાંજાનો જથ્થોમંગાવનાર અને મોકલનાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે અને નશીલા પદાર્થનું વેચાણ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સુરતમાં ફરી એક વખતગાંજાનો જથ્થો ઝડપાયો છે. એસઓજી પોલીસના સ્ટાફને માહિતી મળી હતી કે ઓડીશાથી ટ્રેન મારફતે કેટલાક ઈસમો ગાંજાનો જથ્થો લઈને સુરત આવ્યા છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સુરત સ્ટેશન બહાર આવેલા રિક્ષા સ્ટેન્ડ પાસેથી આરોપીસુશાંત ઉર્ફે બાદલ સુરેન્દ્ર મુડુંલી, નારાયણ ધ્વીતીકૃષ્ના શાહુ તથા રાહુલ કુમાર રમેશ ચંદ્ર શાહુને ઝડપી પાડ્યા હતા. પોલીસેતેઓની પાસે રહેલી ટ્રોલી બેગ ચેક કરતા તેમાંથી 3 લાખની કિંમતનો 30 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ત્રણેય આરોપીની ધરપડક કરી 3 મોબાઈલ, ગાંજાનો જથ્થો મળી કુલ 3.32 લાખની મત્તા કબજે કરી હતી. પોલીસેઆરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ ગાંજાનો જથ્થો ઓડીશાથી એક ઇસમે આપ્યો હતો અને તે સુરતમાં ડિલિવરી કરવા માટે આવ્યા હતા. પોલીસને શંકા ન જાય તે માટે ટ્રોલી બેગમાં ગાંજાનો જથ્થો છુપાવ્યો હતો.