સુરતના વરાછા લંબે હનુમાન રોડ પર ATM માં તોડફોડ કરી લુંટ નો પ્રયાસ કરાયો, સુરતની વરાછા પોલીસે એક સગીર સહિતબે ની ધરપકડ કરી છે.સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ. વરાછા એલ.એચ. રોડના વરૂણ કોમ્પ્લેક્ષમાં એચડીએફસી બેંકનાએટીએમમાં ઘુસેલા યુવાને એટીએમની તોડફોડ કરી ચોરી કરવાનો પ્રયાસ કરતા વરાછા પોલીસ દોડતી થઇ હતી. જો કે, પોલીસેગણતરીના કલાકોમાં એક સગીર તેમજ એક ઇસમની ધરપકડ કરી હતી. વરાછાના એલ.એચ. રોડ સ્થિત અર્ચના સ્કૂલ નજીકવરૂણ કોમ્પ્લેક્ષની દુકાનમાં આવેલા એચડીએફસી બેંકના એટીએમમાં ગત રાતે ચોર ત્રાટક્યો હતો.
રાતે 2.24 કલાકે હાથમાંકોઇક સાધન લઇ ઘુસ્યો હતો અને એટીએમની તોડફોડ કરી હતી. જેમાં એટીએમનું અપરલોક, લીપ કેશ એક્ઝીટ, લોઅર લોક,સેફ ડ્રોઅર લોકને તોડી અંદાજે 50 હજાર રૂપિયાનું નુકસાન કર્યુ હતું. એચડીએફસી બેંકના એટીએમમાં ચોરી કરવા ઘુસેલા ચોરઅંગેની જાણ મહારાષ્ટ્ર બેંકના સર્વર રૂમમાં જાણ થઇ હતી. ત્યાંથી આ ચોરીની કોશિશની જાણ સુરત પોલીસને કરવામાં આવીહતી અને સુરત પોલીસ કંટ્રોલ રૂમમાંથી આ બનાવની જાણ વરાછા પોલીસને કરવામાં આવી હતી. જેથી વરાછા પોલીસમથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ મામલે અલગ અલગ ટીમ બનાવી ગણતરીના કલાકોમાં જ એક બાળ કિશોરતેમજ આરોપી આત્મારામ ગોરખભાઇ રાઠોડને ઝડપી પાડ્યા હતા. આરોપીએ એટીએમમાં ચોરીની કોશિશ કરી ત્યારે તેમાં 31લાખની રોકડ પડી હતી. જો કે સદનસીબે અહી મોટી ચોરી થતા રહી ગયી હતી. આ બનાવમાં પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે