આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર શોભના કેવડીયાએ તિરંગા યાત્રામાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરતાસરથાણા પોલીસે ગુનો નોંધ્યો. આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર શોભના કેવડીયાએ તિરંગાયાત્રામાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા સરથાણા પોલીસે ગુનો નોંધ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ
મહિના પહેલા તિરંગા યાત્રાનું આયોજન કર્યુ હતું. જેમાં વોર્ડ નં-16ના મહિલા કોર્પોરેટર શોભના કેવડીયાએ રાષ્ટ્રધ્વજને ઉંધો પકડયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના કારણે એક જાગૃત નાગરિકે આ બાબતે સરથાણા પોલીસમાં અરજી કરી હતી.
અરજીના આધારે પોલીસેઆમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર શોભના કિરીટ કેવડીયા ની સામે ગુનો નોંધ્યો છે. સરથાણાયોગીચોક કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા અને કોંસબા ખાતે રેતીનો ધંધો કરતા પ્રણવભાઈ મગનભાઈપટેલે ફરિયાદ આપી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 11મી માર્ચ મહિનામાં આમ આદમી પાર્ટી દ્વારાસીમાડાનાકા પાસે કાર્યાલય ખાતેથી તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનાફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના વોર્ડ નં-16નામહિલા કોર્પોરેટર શોભનાબેન કિરીટભાઈ કેવડીયાએ રાષ્ટ્રધ્વજ ઉંધો પકડી લહેરાવતા હતા. જયારે અન્ય કાર્યકરોએ રાષ્ટ્રધ્વજ સીધો પકડયો હતો.