અમદાવાદ ખૂનના મધ્યસ્થ ગુનામાં જેલમાં આજીવન કેદની સજા હેઠળનો આરોપી પિતાના કેન્સરની સારવાર માટે વચગાળાનીરજા લઈ ફરાર થઈ ગયો હતો . કામરેજમાં રહેવા માટે આવતાં ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો હતો . અમદાવાદ ખાતે વર્ષ -2017 માં મન્નુર આરોપી અને તેના સાગરીત ધર્મેશ પટેલ , દેવાંગ ઉર્ફે મુન્નો , જૈમીન રાણાએ મળી પૈસાની લેતીદેતીમાંહરદેવસિંહ બળવંતસિંહ ખૈર ની અમદાવાદ નિકોલ મુક્તિધામ એસ્ટેટ પાસે જાહેરમાં ચપ્પુના આશરે 25 થી 30 ઘા મારી હત્યા કરી હતી .
હત્યાના આ ગુનામાં વર્ષ -2020 માં સેશન્સ કોર્ટ અમદાવાદે આરોપીને આજીવન કેદની સજા ફરમાવી હતી . બાદમાં તેણે પિતાજીના કેન્સરની સારવાર કરાવવા 16 એપ્રિલ -2022 થી 2 મે -2022 સુધી 15 દિવસના વચગાળાનાં જામીનમેળવ્યાં હતાં . જો કે , 15 દિવસ પછી એ હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો . અને સુરત કામરેજમાં રહેવા આવ્યો હતો આ અંગે ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળતાં આરોપી રૂષિત ઉર્ફે ખોખર પ્રકાશ ૨ વજી ખોખર ને સરથાણા જકાતનાકા નજીકથી પકડી પાડ્યો હતો . આરોપીનો કબજો અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ કરવામાં આવી હતી