રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ ગરમીના યલો એલર્ટ જાહેર થઈ રહ્યા છે. તેની વચ્ચે અમરેલીજિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસતા આશ્ચર્ય સર્જાયું હતું. જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અનેરાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયાહતા.ખાંભા પંથકમાં તો વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે લોકોનેગરમીમાં રાહત મળી હતી. તો બીજી તરફ ધરતીપુત્રોની ચિંતા વધી છે. અમરેલી જિલ્લામાં હાલસરરેશા 40 ડિગ્રી આસપાસ તાપમાન રહે છે. આજે પણ બપોર સુધી લોકોએ આકરી ગરમીનો સામનો કર્યો હતો. ખાંભા, સાવરકુંડલા અને રાજુલામાં બપોરના સમયે વાતાવરણમાં પલટો જોવામળ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. થોડીવારમાં જ રસ્તાઓ પરપાણી વહેતા થઈ ગયા હતા. અમરેલી સાવરકુંડલા અને ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં મીની વાવાઝોડાજેવો માહોલ જોવા મળ્યો હતો.
સાવરકુંડલા તાલુકાના થોરડી,ઘનશ્યામ નગર,આદસંગ સહિતઆસપાસના ગામડામાં વરસાદ પડ્યો હતો.ભારે પવનના કારણે કેટલાક મકાનોના નળિયા પણઉડ્યા હતા. ખાંભા પંથકમા પણ ધોધમાર વરસાદી ઝાપટા વરસ્યા હતા. અહીંભાણીયા,નાનુડી,પીપળવા, સહિત આસપાસના ગામડામાં વરસાદના કારણે રોડ રસ્તા ઉપર પાણીવહેતા થયા હતા. જ્યારે રાજુલાના મોટા આગરિયા,ધુડિયા આગરિયા,નવા આગરિયા સહિતગામડામાં વરસાદ જોવા મળ્યો હતો. જિલ્લાના ત્રણ તાલુકાઓમાં વરસેલા કરમોસમી વરસાદના કારણે આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકોએ થોડીવાર રાહત અનુભવી હતી. તો બીજી તરફજિલ્લામાં કેરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે.