જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના એક જોઈન્ટ ઓપરેશનમાં હિજબુલ મુજાહિદ્દીનના ટોપ કમાન્ડરને ઠાર કરવામાં આવ્યો છે. આ અથડામણ શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં સર્જાઈ હતી. આ અથડામણ બાદ મોટી સંખ્યામાં સુરક્ષાદળો વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાને શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં હિઝબુલના બે ટોપ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ઇનપુટ્સના આધાર પર અહીં સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફના જવાનોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું.
રંગેરથ ઓપરેશન દરમિયાન સેનાએ આતંકીઓને સરેન્ડર કરવા જણાવ્યુ હતું, જોકે, આતંકીઓએ આ દરમિયાન સુરક્ષાદળો પર ફાયરીંગ શરુ કરી દીધુ હતું. જેના પગલે બન્ને પક્ષે અથડામણ સર્જાઈ હતી. જેમાં સેનાએ કાર્યવાહી કરતા અથડામણમાં હિજબુલના ટોપ કમાન્ડર સૈફુલ્લાહ ઉર્ફે ગાઝી હૈદરને ઠાર કર્યો હતો.