યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી યુદ્ધ ચાલી રહ્યુ છે. જેથી ત્યા કેટલાય ભારતીય\ વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેઓને ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા હેઠળ વતનમાં પરત લાવવામાંઆવ્યાં છે. ત્યારે યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરતા પાટણ, મહેસાણા અને બનાસકાંઠાનાવિદ્યાર્થીઓને ભારતમાં એમબીબીએસનો અભ્યાસક્રમ માટે એડમિશન આપવામાં આવે તે બાબત અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓની બેઠક યોજાઇ હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે ઘણા લાંબા સમયથી યુદ્ધ ચાલીરહ્યુ છે ત્યારે આ યુદ્ધને કારણે યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરતા ભારતના અનેક વિદ્યાર્થીઓનાભાવી જોખમમાં મુકાયા છે જે પૈકી પાટણ-મહેસાણા અને બનાસકાંઠાના આશરે 200 થી વધુ વિદ્યાર્થીઓયુદ્ધના કારણે પોતાનો અભ્યાસક્રમ છોડી સ્વદેશ પાછા ફર્યા છે .ત્યારે તેમની કારકિર્દીને લઇ આવિદ્યાર્થીઓને ભારત સરકાર દ્વારા પોતાના દેશમાં જ એમબીબીએસનો અભ્યાસ કરવા દેવા માટે વ્યવસ્થા કરી આપવામાં આવે તે માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની ચિંતન બેઠક યોજાઇ હતી