13 ઓક્ટોબર એટલે કે આજે મંગળવારે મોડી સાંજે અંતરીક્ષમાં એક અદ્ભુત નજારો જોવા મળશે. આ નજારો ફરી એક વખત જોવા માટે 2035ના વર્ષની રાહ જોવી પડશે. દિવસે મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક હશે. જેના કારણે તેનો આકાર પણ સૌથી મોટો હશે. ખગોળ વિજ્ઞાનીઓ અને મંગળ ગ્રહના રસિકોમાં આ વાતને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંગળગ્રહ પૃથ્વીની સૌથી નજીક હશે અને પોતના ઉજ્જવલ નારંગી રંગમાં ચમકતો દેખાશે.
2035ના વર્ષ સુધી આ ઘટના બીજી વખત નહીં બને. આ ઘટના બીજી વખત ત્યારે બનશે જ્યારે પૃથવી સૂર્ય અને મંગળ વચ્ચે સીધી રેખામાં આવશે. વર્ષો પછી આવો નજોરો જોવા મળતો હોય છે. આજે મંગળ ગ્રહ પૃથ્વીની નજીક આવશે. સાંજના સમયે આ અદભૂત નજારો દેખાશે. એક તરફ સૂર્ય આથમશે બીજી તરફ પૂર્વમાં મંગળ દેખાશે.
આજે મંગળને જોવાનું ચૂકી ગયા તો 15 વર્ષ રાહ જોવી પડશે. કેમકે હવે બીજી વખત 11 સપ્ટેમ્બરે 2035માં મંગળ જોવા મળશે. મહત્વનું છે કે, મંગળ ગ્રહ ચંદ્ર કરતા પૃથખ્વીથી 160 ગણો દૂર આવેલો છે. હકીકતમાં તો મંગળ ગ્રહ 6 ઓક્ટોબરના રોજ પૃથ્વીની સૌથી નજીક હતો. ગ્રહોની કક્ષા અને તેના ઝુકાવના કારણે પૃથ્વીથી માત્ર 620 લાખ કિમી દૂર હતો. ત્યારે આજે આ અદ્ભુત દ્રશ્ય તો જ જોઇ શકાશે જો સાંજે આકાશ સાફ હશે. જો આકાશ સાફ હશે તો પૂર્વ દિશામાં નારંગી રંગમાં ચમકતો મંગળ ગ્રહ દેખાશે. અડધી રાત થવા સુધીમાં મંગળ ગ્રહ દક્ષિણ દિશામાં ચાલ્યો જશે.