કોરોના મહામારીના કારણે સૌથી મોટી અસર શિક્ષણ પર પડી છે. ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ 9 અને 11ના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા વિના જ પાસ કરી દેવામાં આવશે.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રમાં વધતા જતા કોરોના પ્રકોપ વચ્ચે સરકારે વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ધોરણ 9 અને 11ના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરી દેવામાં આવશે.
આ બંને ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા આ વર્ષ માટે રદ કરી દેવામાં આવી છે. બધા જ વિદ્યાર્થીઓને પ્રમોટ કરવાનો નિર્ણય કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને જોતાં રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસના કારણે રાજ્યમાં શાળાઓમાં ઓફલાઇન પરીક્ષાઓ કરવી મુશ્કેલ છે. આ વિદ્યાર્થીઓના હીતને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના ધોરણ 9 અને 11ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં આ પહેલા જ ધોરણ આઠ સુધીની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે. એટલે કે આ વર્ષે હવે માત્ર 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ છોડીને શાળાઓની પરીક્ષાઓને રદ કરી દેવામાં આવી છે