દાહોદમાં કલેક્ટરનાં જાહેરનામાનું કડકપણે અમલ થતું જોવા મળ્યું હતું. દાહોદમાં દૂધ અને કરિયાણાની દુકાનો સિવાય બીજી તમામ દુકાનો બંધ જોવા મળી હતી. ત્યારે લોકો પણ ઘરમાં જ જોવા મળ્યા હતા. તેમજ મોઢા પર માસ્ક પહેરીને નીકળતા લોકો જોવા મળ્યા હતા.
તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. તેવામાં સંતરામપુરથી આવતા લોકોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમુક એવા લોકો પણ છે જે લોકડાઉનનું સરેઆમ ભંગ પણ કરી રહ્યા છે.
તેવામાં આ મહામારી સામે પોતાની સેવા આપતા પોલીસ દ્વારા આવા લોકો સામે લાલ આંખ કરવામાં આવી છે. તેમજ દાહોદના સંતરામપૂરથી આવતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ઉનાળામાં પણ સતત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.