હાલમાં કોરોના વાયરસનો વિશ્વભરમાં હાહાકાર થઈ રહ્યો છે. ત્યારે ભારત દેશમાં પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં વધારો થતા લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં હાલમાં અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો એક પણ કેસ નથી અને કોરોનાનો કોઈ પણ સંજોગોમાં પ્રવેશ ન થાય તે માટે અમરેલીના એસ.પી. નિરલિપ્ત રાયે સમગ્ર જિલ્લાના રસ્તા નાકાબંધી કર્યા હતા.
તેમજ રાજુલા મહુવા વચ્ચે ભાવનગર જિલ્લાની અને અમરેલી જિલ્લાની બોડર ભેગી થતી હોવાથી દાંતરડી ગામ પાસે ચેકપોસ્ટ પર કડક રીતે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આરોગ્યની ટીમ પણ આ કામગીરીમાં જોડાઈ હતી. જેમાં PSI પીઠડીયા, PSI શેખ તેમજ આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર એન.વી.કલસરિયાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર મકવાણા, તાલુકા હેલ્થ સુપરવાઈઝર સંજયભાઈ દવે તેમજ પોલીસ સ્ટાફ સતત ખડે પગે આ વિસ્તારમાં કોરોના વાયરસ પ્રવેશ ન કરે તે માટે સતત મોનોટરીગ કરી રહ્યા છે.