સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અંબાવાડા ખાતે ગઇ રાત્રીએ વરધોડા ની અંદર ઇકો કાર અડી
જવાને લઈ ને બીજા દિવસે એકજ સમાજ ના બે જુથો વચ્ચે સામ-સામે આવી જતા પથ્થર મારો થયો
હતો તો પ્રાંતિજ હિંમતનગર પોલીસ ધટના સ્થળે દોડી જઈ ગામ ને પોલીસ છાવણી મા ફેરવી દીધુ
હતુ. પ્રાંતિજ ના અંબાવાડા ખાતે ગઇ રાત્રીએ વરધોડો નિકળ્યો હતો તે સમયે એક ઇકો ચાલક નિકળ્યો
હતો અને ચાલુ વરધોડા મા ધુસી જતા એક મહિલાને ઇજાઓ પોહચાડી હતી અને તુ.. તુ..મે..મે..બાદ
રાત્રી ના સમયે તો મામલો શાન્ત પડયો હતો
પણ બીજા દિવસે ફરી મામલો બિચક્યો હતો જેમા એક\સમાજ ના લોકો આમને સામને આવી જતા બોલાચાલી સામ-સામે પથ્થર મારા ની ધટના બની હતીજેમા પથ્થર મારા મા છ થી પણ વધુ લોકોને ઈજાઓ પોહચી હતી જયારે પોલીસ ને જાણ થતા પ્રાંતિજપોલીસ તથા હિંમતનગર પોલીસ ની ટીમ તાત્કાલિક અંબાવાડા ગામે દોડી જઈ હતી અને મામલોશાન્ત પાડયો હતો અને આખુય ગામ પોલીસ છાવણી મા ફેરવાયુ હતુ તો ઇજાગસ્તો ને સારવાર અર્થેખસેડવામા આવ્યા છે જયારે પ્રાંતિજ પોલીસ દ્રારા આ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામા આવી છે.