કોરોનાની મહામારી વચ્ચે રવિવારે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34 ટકા જાહેર થયું છે.
રવિવારે સવારે આઠ કલાકે બોર્ડની વેબસાઇટ પર ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ધોળકા કેન્દ્રનું 76.99 ટકા અને બોર્ડનું 71.34 ટકા પરિણામ આવ્યું હતું. ધોળકા તાલુકામાંથી અંદાજીત 255 વિધાર્થીઓએ ધોરણ 12-સાયન્સની પરીક્ષા આપી હતી.
F.M.C.T વિદ્યાલય ધોળકામાં સૌથી વધુ પરિણામ ધરાવતી શાળામાં પ્રથમ નંબર પર છે. F.M.C.T હાઈસ્કુલમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમનું 90.78 ટકા પરિણામ આવ્યું છે. જેમાં મેથ્સ ગ્રૂપ-એમાં યાદવ જય આર ના 99.98 પી.આર ,પટેલ હર્ષ એન નાં 96.66 પી. આર , કાછીયા પટેલ પ્રિયાંશી પી96.42પી. આર , બાયોલોજી ગ્રૂપ બી માં પટેલ ધ્રુમી ડી.99.47 પી. આર., શાહ શ્રેયા યુ 99.06 , વાટલિયા મીતે 98.76 પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યા છે.
જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 ટકા આવ્યું છે.. જેમાં મેથ્સ ગ્રુપ એમાં આચાર્ય હેતાંશી આર 97. 51 પી.આર, પટેલ ખુશી એન 94.97 પી.આર, સૈયદ અલીમ એ 88.69પી.આર, બાયોલોજી ગ્રુપ બી મા ઠક્કર દ્રષ્ટિ જે 96.92પી.આર, ગોહિલ દ્રષ્ટિ જે 94 .76 પી.આર અને પટેલ મેશ્વા ડી.ને 92.77 ગુણ પ્રાપ્ત થયા છે..