રશિયા અને યુક્રેન(Russia-Ukraine) વચ્ચે છેલ્લા બે માસથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની અસરોવિશ્વભરનાં દેશો ઉપર પડી રહી છે. અને મેટલ સહિતની વસ્તુઓના ભાવમાં મોટો વધારો નોંધાયો છે.ત્યારે આ ભાવ વધારાની અસર સ્ટેશનરી ઉપર પણ પડી છે. અને ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષેસ્ટેશનરીની વસ્તુઓમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. જેને લઈને વાલીઓ ઉપર ખર્ચનો બોજો વધ્યોછે. નેમીનાથ એન્ટરપ્રાઇઝનાં નામથી વર્ષોથી સ્ટેશનરીનો વેપાર કરતા પ્રતીક સંઘાણીએ જણાવ્યું હતુંકે, રશિયા યુક્રેનનાં યુદ્ધ સહિતનાં વિવિધ નકારાત્મક કારણોની અસર સ્ટેશનરીનાં ધંધા ઉપર પણ પડી છે.છેલ્લા ત્રણ મહિનામાં તબક્કાવાર 10થી 25 ટકાનો ભાવ વધારો નોંધાયો છે. જેનું મુખ્ય કારણ રો-મટીરીયલ એટલે કે, કાચો માલ નહીં મળવો છે. હાલ કાગળની સંપૂર્ણપણે અછત છે. તો સ્ટેશનરીનીઅનેક વસ્તુઓમાં વપરાતા લોખંડની પણ અછત જોવા મળી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચાયનાથી જે વસ્તુઓ આવતી હતી તેનું પ્રમાણ પણ ઘટ્યું છે.
રશિયા અને યુક્રેનનાં યુદ્ધની અસર વિવિધ વસ્તુઓની સપ્લાય પર પડતા ભાવ આસમાને પહોંચ્યા છે. અગાઉ બાળકની સ્ટેશનરી માટે વાલીઓનેવાર્ષિક રૂ. 2 હજાર જેટલો ખર્ચ કરવો પડતો હતો. જેમાં હાલનાં સમયમાં 20થી 25% જેટલો વધારો છે.ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થતા તેની અસરો બાળકના અભ્યાસ પર જોવા મળી રહી છે.સ્ટેશનરીની વાત કરીએ તો તેમાં બોલપેન સહિતની અનેક વસ્તુઓમાં લોખંડનો મોટા પ્રમાણમાં ઉપયોગથતો હોય છે. હાલ લોખંડનાં ભાવમાં વધારો થવાથી અને લોખંડની અછત સર્જાતા આવી તમામ વસ્તુઓમોંઘી થઈ છે. બીજીતરફ કાગળની પણ અછત જોવા મળી રહી છે. અને જેટલો માલ આવે તે ઓછો પડેછે. એડવાન્સ રકમ આપવા છતાં માલ મળતો નથી. જેની સીધી અસર બાળકોની ટેક્સ્ટ બુક તેમજનોટબુકનાં ભાવોમાં જોવા મળી રહી છે. અને તેમાં પણ 25 ટકા જેટલો વધારો નોંધાયો હોવાનું તેમણે સ્વીકાર્યું હતું.