સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનો થઇ ગયો છે અને ફેન્સ તેમજ ફેમિલી CBI ઇન્કવારીની માગ કરી રહી છે. હાલમાં જ સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિએ અમિત શાહને ટ્વિટ કરીને તપાસ માટે વિનંતી કરી હતી.
(File Pic)
ત્યારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું આ અંગે નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યું હતું કે, સુશાંતના કેસમાં CBI તપાસની કોઇ જરૂર જ નથી. મુંબઇ પોલીસ આ કેસને સોલ્વ કરવા સક્ષમ છે.
(File Pic)
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના કેસમાં સીબીઆઇ તપાસની જરુરતને નકારી દીધી છે. તેમના મુજબ મુંબઇ પોલીસ આ કેસ સંભાળવા માટે સક્ષમ છે અને બિઝનેસ રાઇવલરીના એન્ગલથી પણ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ગૃહમંત્રી અમિત શાહને ટ્વીટ દ્વારા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સીબીઆઇ તપાસ કરાવવાની માંગ કરી હતી.. આ હાઇપ્રોફાઇલ આત્મહત્યા કેસ મામલે દેશમુખનું કહેવુ છે કે મુંબઇ પોલીસ સઘન તપાસ કરી રહી છે અને ઘણા લોકોનો નિવેદનો લેવામાં આવી રહ્યા છે. જેથી આ અંગે સીબીઆઈ તપાસની કોઈ જરુર નથી.