દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં સ્થિત તબલીગી જમાતનાં મરકજમાં, નિયમોનું ઉલ્લંઘન કરીને લોકોને એકત્રીત કરવાના આરોપી મૌલાના સાદનું નિવેદન આવ્યું છે. ક્રાઇમ બ્રાંચની નોટિસના પગલે મૌલાના સાદે જવાબ આપ્યો હતો કે પોતે સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં છે. મળતી માહિતી મુજબ, જમાતના મરકઝમાં નિયમું ઉલ્લંઘન કરીને ભીડ એકઠી કરવાના આરોપી મૌલાના સાદનું એક નિવેદન સામે આવ્યું છે..મૌલાના સાદે ક્રાઈમ બ્રાંચની નોટિસનો જવાબ આપ્યો છે. તેઓએ જવાબમાં કહ્યું કે તે હાલ સેલ્ફ ક્વોરોન્ટાઈનમાં છે. ક્રાઈમ બ્રાંચે મૌલાના સાદને 26 સવાલ પૂછ્યા હતા. તે સવાલોના જવાબ મૌલાના સાદે મોકલી દીધા છે. મૌલાના સાદે કહ્યું કે તે હાલ સેલ્ફ ક્વોરોન્ટાઈનમાં છે અને હાલ મરકઝ બંધ છે.
જ્યારે મરકઝ ખુલશે ત્યારે બાકીના સવાલોના જવાબ આપશે. માર્ચ મરકઝમાં થયેલાં કાર્યક્રમમાં એકઠી થયેલી ભીડથી ફેલાયેલા કોરોનાને લઈને મૌલાના સાદ સહિત 6 લોકો વિરૂદ્ધ દિલ્હી પોલીસે કેસ દાખલ કર્યો છે. જો કે મૌલાના સાદ હજુ ફરાર છે, ત્યારે તેની ધરપકડના પ્રયાસો થઈ રહ્યાં છે.