એસ ટીની બસોની હાલત તો બધા જાણે જ છે અને એસટી વિભાગના ડ્રાઈવરોની બેદરકારીને કારણે અકસ્માતો થવાની ઘટનાઓ પણ અવાર-નવાર સામે આવી રહે છે. સ્થિતિ તો એવી છે કે, ‘એસટી અમારી સલામત સવારી’નું સૂત્રે કોઈ રીતે સાર્થક થતું નથી.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં થયેલા એક વિચિત્ર અકસ્માત પછી તો લોકો એવું પણ કહી રહ્યા છે કે, એસટીનું સૂત્ર ‘એસટી અમારી જરાય નથી સલામત’ કરી દેવું જોઈએ! અહીં બસ સ્ટેન્ડમાં પાર્ક કરેલી બસ અચાનક જ ચાલવા લાગી હતી અને એક દુકાનમાં ઘૂસી ગઈ હતી! જેના પગલે દુકાનમાં ઘણુ નુકસાન થવા પામ્યું છે. ડીસામાં બસ સ્ટેન્ડમાં ડીસા-પ્રાંતિજ રુટની બસ પાર્ક કરવામાં આવી હતી.
ડ્રાઈવરે ગંભીર બેદરકારી દાખવતા બસને ન્યૂટ્ર્લમાં રાખીને ઢાળવાળી જગ્યામાં પાર્ક કરી દીધી હતી. જેના પગલે બસ પોતાની રીતે જ ચાલવા લાગી હતી અને એક દુકાનના શેડમાં જઈને ઘુસી ગઈ હતી. અચાનક બસને દુકાન તરફ આવતી જોઈ નાસભાગ મચી જવા પામી હતી. આ અકસ્માતમાં દુકાનમાં મોટાપાયે નુકસાન થયુ હતુ. જોકે, કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.