સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેર-જિલ્લામાં તા.૧૫મી મે સુધીમાં ગંગા સ્વરૂપા સહાય યોજના અનેવૃદ્ધ પેન્શન યોજનાથી વંચિત રહેલા લાભાર્થીઓને લાભ આપવા માટે વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવીછે. જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની આ બન્ને યોજનાઓનાલાભ આપવા તંત્ર દ્વારા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપા મહિલાઓને સન્માનજનક જીવન અને આર્થિક આધાર આપવા માટે મહિને રૂા.૧૨૫૦ની સહાય તેમજનિરાધાર વૃદ્ધ પેન્શન યોજનામાં ૬૦ વર્ષથી વધુના વયના વૃદ્ધ વ્યકિતને અનુક્રમે રૂા.૧૦૦૦ થી લઈનેરૂા.૧૨૫૦ની સહાય આપવામાં આવે છે. વધુ વિગતો આપતા જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકે જણાવ્યુંહતું કે, ગંગાસ્વરૂપા સહાય યોજના તથા નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાને વધુ વેગવતી બનાવીને કોઈ પણ લાભાર્થીઓ લાભોથી વંચિત રહી ન જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાંઆવી છે.
જેથી સુરત શહેર-જિલ્લાના લાભાર્થીઓને વધુમાં વધુ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. તેમણેસૌ નાગરિકોને આસપાસમાં રહેતા ગંગાસ્વરૂપ મહિલાઓ, નિરાધાર વૃધ્ધોને આર્થિક સહાય મળી રહે તેમાટે તંત્રની ઝુંબેશમાં સહકાર આપવાની અપીલ કરી હતી. ગંગાસ્વરૂપા યોજનાનો લાભ ૧૮ વર્ષ કે તેથીવધુ વયની કોઈપણ નિરાધાર ગંગાસ્વરૂપ મહિલાઓને મળી શકે છે, જ્યારે વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ૬૦ વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વૃદ્ધ વ્યક્તિઓને મળે છે. વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓને તા.૦૧/૦૪/૨૦૨૨ની અસરથી ૬૦ થી ૭૯ વર્ષના લાભાર્થીઓને માસિક રૂ.૧,૦૦૦ તથા૮૦ કે તેથી વધુ વર્ષના લાભાર્થીઓને માસિક રૂ.૧,૨૫૦ સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આબંન્ને યોજનાનો લાભ લેવા માટે સ્થાનિક મામલતદાર કચેરી તથા તલાટીકમ મંત્રીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.