અમેરિકાની મોડર્ના ઇંક (Moderna Inc.)એ કોરોના વાયરસથી છુટકારો મેળવવા માટે વેક્સિન બનાવી લીધાનો દાવો કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેની વેક્સિન કોરોના સંક્રમણના બચાવમાં 94.5% અસરકારક સાબિત થઈ છે. કંપનીના કાર્યકારી અધિકારી (CEO) સ્ટેફન બાંસેલે જણાવ્યુ કે, વેક્સિનની કિંમત તેની માંગ પર નિર્ભર કરે છે. .
જર્મન સાપ્તાહિક વેલ્ટ એન સોનટૈગ સાથે વાતચીતમાં સ્ટેફન બાંસેલે કહ્યુ, અમારી વેક્સિનની કિંમત 10-15 ડોલર એટલે કે 741.63 થી 3,708.13 રૂપિયા સુધી મળી શકે છે. કંપનીએ કહ્યું કે, ક્લીનિક્લ ટ્રાયલના અંતરિમ ડેટામાં સામે આવ્યું કે, તેની વેક્સિન કોવિડથી બચાવમાં 94.5 ટકા અસરકારક સાબિત થઈ છે.
અમેરિકી કંપની મોડર્નાનું કહેવું છે કે તેની વેક્સિન mRNA-1273 જલદી આવશે. કંપનીને આશા છે કે આ વર્ષના અંત સુધી વેક્સિનના બે કરોડ ડોઝ આપશે. કંપનીએ દાવો કર્યો કે, આગામી વર્ષ સુધી સો કરોડ ડોઝ તૈયાર કરી લેશે, પરંતુ લોકો સુધી આ દવાને પહોંચાડવા માટે મોડર્ના કંપનીએ ઘણી ઔપચારિકતાઓમાંથી પસાર થવું પડશે.