કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન હજારો પ્રવાસી મજૂરો-બેઘરોને મદદ કરનારા અભિનેતા સોનૂ સૂદની દરિયાદિલીને લઇને એક અન્ય વાત સામે આવી હતી. ત્યારે તાજેતરમાં એક રિપોર્ટમાં એવો ખુલાસો થયો છે કે, અભિનેતા સોનૂ સૂદે આ સેવા માટે જરુરી 10 કરોડ રુપિયા ભેગા કરવા મુંબઇમાં પોતાની સંપત્તિઓ ગિરવે મૂકી દીધી હતી.
આ સંપત્તિઓ મુંબઇના જુહુ વિસ્તારમાં હતી જેમાં બે દુકાન અને 6 ફ્લેટ સામેલ હતા. મની કંટ્રોલની રિપોર્ટ મુજબ સંપત્તિઓનુ મોર્ગેજ એગ્રીમેન્ટ 15 સપ્ટેમ્બરે સાઇન કરાયું હતું અને 24 નવેમ્બરે નોંધણી કરવામાં આવ્યુ હતું. આ માટે સોનૂ સૂદે 5 લાખ રુપિયાની રજિસ્ટ્રેશન ફી પણ ચૂકવી હોવાનું સામે આવ્યું હતું.
લોકડાઉન દરમિયાન દેશભરના શહેરોમાં કામ કરી રહેલા પ્રવાસી મજૂરોની સ્થિતિ સંઘર્ષભરી બની હતી. તેઓ વતન વાપસી માટે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા એવામાં સોનૂ સૂદ તેમની મદદે આવ્યા હતા.
આ કામ તેમની ભારે પ્રશંસા પણ થઇ હતી. તેમના આ કાર્યની સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ તરફથી પણ પ્રશંસા કરવામાં આવી હતી. સોનૂ સૂદને સ્પેશ્યલ હ્યુમનટેરિયન એક્શન ઓવોર્ડથી સન્માનિત કરાયા હતા.