બોલીવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે ગયા વર્ષે કેન્સરથી લડી રહી હતી. એક્ટ્રેસે અમેરીકામાં પોતાનો ઈલાજ કરાવ્યો હતો. તે હવે એકદમ સારી થઈ ગઈ છે અને મુંબઈ પાછી આવી ગઈ છે. તેના સાથે સોનાલી પાછી ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કામ શરૂ કરવા ઈચ્છે છે.આ વિશે વાત કરતા હાલમાં એક્ટ્રેસે કહ્યું કે આ બિમારીએ મારા વિચારોને ખૂબ જ બદલીને રાખ્યા છે. હવે હું પૈસા માટે કામ નથી કરતી હું એ જ કામ કરીશ જે મને ખૂશી આપશે…….મહત્તવનું છે તે છેલ્લીવાર સોનાલી રિયાલિટી શોની જજ તરીકે તે નજરે આવી હતી. તે એકવાર ફરી ઈન્ડયાઝ બેસ્ટ ડ્રામેબાઝની જજ બનવા ઈચ્છે છે……તેની સાથે એક્ટ્રેસ ટીવી શોમાં કામ કરવા ઈચ્છે છે પરંતુ માત્ર શોમાં રડવાનું ઓછુ હોય. સોનાલીનુ માનવુ છે તે તેની પર્સનલ લાઈફમાં એટલુ રડવાનું થયુ છે કે તે નાના પડદા પર આ વસ્તુઓથી દુર રહેવા ઈચ્છે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -