જાહેર જનતાના આરોગ્ય સાથે ચેંડા કરતા મેડિકલ ડીગ્રી વિનાના બે બોગસ ડોક્ટરો મુલેર ખાતેથી SOGના હાથે ઝડપાયા. જાહેર જનતાના આરોગ્ય સાથે ચેંડા કરતા મેડીકલ ડીગ્રી વગરના ” બે બોગસ ડોકટરોને ભરૂચ એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યાવહી હાથ ધરી હતી. એસ.ઓ.જી.પોલીસ ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા , વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે પો.ઇન્સ.વી.બી.કોઠીયાનાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા એસ.ઓ.જી. ટીમના પોલીસ અધિકારી / કર્મચારીઓ સાથે એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી અંગે વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં રવાના કરેલ તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ જે આધારે સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા ” બોગસ ડોકટરો ” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન આધારે અલગ અલગ પોલીસ ટીમો બનાવી હતી.
વાગરા તાલુકાના મુલેર ગામેથી ( ૧ ) મોનીતલ મનોરંજન હાજરા હાલ રહે . ગામ મુલેર તા.વાગરા , જી ભરૂચ . મૂળ રહે.બરનબેડીયા તાલુકો ધાનતલા જી.નદીયા વેસ્ટ બંગાળ ( કલકતા ) વાળો કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો , એલોપેથિક દવાઓ , ઇન્જેકશન સાથે કુલ કિ.રૂ. ૧૦,૬૫૧ / -ના મુદામાલ સાથે મળી આવેલ તથા ( ૨ ) સોહાગ પ્રણયદાસ હાલ રહે . ગામ મુલેર તા.વાગરા , જી ભરૂચ.મૂળ રહે . પુરબા પારા પોસ્ટ – રાણાઘાટ જી.નદીયા વેસ્ટ બંગાળ ( કલકતા ) વાળો કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો , એલોપેથિક દવાઓ , ઇન્જેકશન સાથે કુલ કિ.રૂ .૧૭,૭૭૫ / – ના મુદામાલ સાથે ગેરકાયદેસર રીતે મળી આવતા બંન્ને વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી વાગરા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ બે ગુન્હાઓ દાખલ કરવામાં આવેલ છે .